સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ગોંડલમાં બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસઃ તસ્કરોની કારી ન ફાવી

રાજકોટ તા.૧પ : ગોંડલમાં ગુદાળા ચોકડીએ ચોરીના ઇરાદે તસ્કરોએ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ તસ્કરોની કારી ફાવી ન હતી.

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ કોમ્પ્લેકસમાં આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમમાં ચોરીના ઇરાદે તસ્કરોએ પ્રવેશી એટીએમ મશીન તોડવાની કોશીષ કરી હતી. પરંતુ એટીએમ મશીન ન તુટતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા હતા. આ અંગે બેંકના અમીતકુમાર વિજયકુમાર શર્માએ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ કરતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)