સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

મોરબીના લખધીરપુર રોડ પરથી દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

૨૪૫ બોટલ દારૂ અને ૪૮ નંગ બીયર સહીત દોઢ લાખની કિમતનો દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

મોરબીના લખધીરપુર રોડ પરથી પોલીસે એક ઈસમને ઝડપી લઈને આરોપી પાસેથી ૨૪૫ બોટલ દારૂ અને ૪૮ નંગ બીયર સહીત દોઢ લાખની કિમતનો દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લખધીરપુર રોડ પર બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં આરોપી શામજી રઘુભાઈ સારલા રહે લખધીરપુર રોડ મફતિયા પરા વિસ્તારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૪૫ બોટલ કીમત રૂ ૧,૪૫,૫૦૦ અને બીયર નંગ ૪૮ કીમત રૂ ૪૮૦૦ મળીને કુલ રૂ ૧,૫૦,૩૫૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી શામજીભાઈ રઘુભાઈ સારલાને ઝડપી લીધો છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:34 pm IST)