સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

સોમનાથમાં માનવ મહેરામણ ઉભરાણો : ગેસ્ટ હાઉસ ફૂલ : કોરોના બાદ પ્રથમ ભીડ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ : સોમનાથમાં માર્ચ મહિનાથી સાવ બંધ હાલતમાં હતુ અને સોમનાથ ટ્રસ્ટ તેમજ તમામ પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ હોટલો બંધ હાલતમાં હતા તમામ લોકોનાં ધંધાઓ પડી ભાંગેલ હતા. પરંતુ દિવાળીના તહેવારો નિમિત્તે લોકોનો પ્રવાહ મોટી સંખ્યામાં સોમનાથ તરફ આવેલ અને ટ્રસ્ટ અને સોમનાથની આજુબાજુના તમામ ગેસ્ટ હાઉસ અને હોટલો ભરાયેલ જોવા મળેલ સાથો-સાથ ખાણી-પીણી અને રમકડા વાળા, પાથરણા પાથરીને ધંધો કરતા ધંધાર્થીઓ, ફોટો ગ્રાફર, ફૂલ અને પ્રસાદી વેચનાર તમામ લોકોનાં ધંધાઓ ચલાવાને કારણે તમામનાં ચહેરા ઉપર ઉત્સાહ જોવા મળેલ હતો.  સોમનાથ ટ્રસ્ટની આવકમાં મોટો ઘટાડો નોંધાયેલ હતો પરંતુ આ દિવાળીના તહેવારો સહિત નવેમ્બર-૧૮ સુધીમાં ટ્રસ્ટની આવક ૭૭ લાખ થયેલ અને આ ત્રણ દિવસમાં ૧ લાખથી વધુ યાત્રીકોએ દર્શનનો લાભ લીધેલ હતો તેમ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ હતું.

(11:06 am IST)