સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

મોરબીમાં આહિર શૌર્યદિનની ઉજવણી

મોરબી : મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ તેમજ આહીર સમાજના યુવાનો દ્વારા રેજાંગલા દિવસ આહીર શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ૧૮ નવેમ્બર ૧૯૬૨ માં ભારત અને ચીન સામેના યુદ્ઘમાં રેજાંગલા ની ઘાટીઓમાં કુમાઉં રેજીમેંટ ની ચાર્લી કંપનીના જવાનો તૈનાત હતા જેમાં ૧૨૦ જવાનો એ ચીનના ૧૫૦૦ જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતારી શહીદી આપી હતી જે દિવસને આહીર શૌર્ય દિવસ તરીકે ઉજવાય છે ત્યારે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ અને આહીર સમાજના યુવાનો દ્વારા આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી જે નિમિતે વીર શહીદોને શ્રદ્ઘાંજલિ આપવાનો કાર્યક્રમ આહીર સમાજ વાડી નવલખી બાયપાસ ખાતે યોજાયો હતો જેમાં શહીદોને શ્રદ્ઘાંજલિ આપવામા આવી હતી તેમજ સુરતના અકસ્માતમાં જે ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા તેમને પણ શ્રદ્ઘાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં કર્મચારી મંડળના સભ્યો તથા આહિર સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે તસ્વીર.

(11:09 am IST)