સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

ધોરાજી જામકંડોરણાનું તરવડા ગામ મચ્છુ માતાજીના પૌરાણિક મંદિરને પ્રવાસન વિભાગ સાથે જોડવા માંગ

ધોરાજી તા.૨૦ : તરવડા ઞામનીૅં- એકલોકવાયકા મુજબ આ મંદિરની સ્થાપના જૂનાગઢમાં જંગ વિવાહ જેને આજે સમૂહ લગ્ન કહેવામાં આવે છે તે સમયના એ પ્રસંગમાં જૂનાગઢના નવાબ રાજા સાથે પ્રસંગના કોઈ કારણોસર માથાકૂટ થતા ભરવાડ સમાજ દ્વારા જૂનાગઢમાં વસાહત ના કરવા અને ત્યાંથી બધાયને નીકળી જવા માટેનો માતાજી પાસે આસ્થા રાખીને સમાજ ના નવ યુવાનો નવાબ ની ફોજ સામે લડીને ભાદર નદીના સામે કાંઠે સોરઠ હદ પૂરી થઇ અને હાલાર ચાલુ થઈ જતું હોવાથી હાલાર ની હદ માં આવી ગયા ત્યાર પછી લગ્ન પૂર્ણ કર્યા ત્યારથી ત્યાં માતાજીનું મંદિર સ્થાપવામાં આવ્યું અને ઉનાળામાં સાડા ત્રણ દિવસ ભાદર નદી વહેતી રહી સામેથી નવાબના માણસો આવી ના શકયા. આજે પણ આ મંદિર એકતા અને શૈક્ષણિક ઉપદેશ આપતો માધ્યમ છે. અહીંના આગેવાનો દ્વારા એવી પણ અપીલ કરવામાં આવે છે કે આ મંદિર પ્રવાસન વિભાગ દ્વારા નોંધ કરવામાં આવે તો આ મંદિરનો વિકાસ અને ભાદર નદીના કાંઠે આવેલું હોવાથી પર્યટન સ્થળ બની શકે.

મંદિરના મહંત દ્વારા માતાજીની આસ્થા સાથે આ મંદિર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો આ સ્થળ ખૂબ રમણીય છે અને લોકો દૂર-દૂરથી દર્શનાર્થે આવે છે જેથી કરીને સરકારશ્રીએ આ મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા જોઇએ એમ મંદિરના મહંતની યાદીમાં જણાવેલ હતું.

(11:11 am IST)