સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

લાભ પંચમીના શુભદિને દ્વારકાધીશને સુકામેવાનો મહાભોગ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૦: દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષ દરમ્યાન ઠાકોરજીને તહેવારો દરમ્યાન વિશેષ શૃંગારની સાથે સાથે વિશેષ વ્યંજનો સાથેના મહાભોગ પણ ધરાવવામાં આવતા હોય છે. દ્વારકાધીશ જગતમંદિરમાં લાભ પંચમીના શુભદિને એક ભકત પરિવાર દ્વારા આયોજિત સુકા મેવાનો મહાભોગ યોજવામાં આવ્યો હતો. જગતમંદિરના નેતાજી પુજારી તથા મુરલીભાઇ પુજારી દ્વારા કરાયેલા દિવ્ય શૃંગાર સાથેના મહાભોગનું બહોળી સંખ્યામાં ભાવિકોએ જગતમંદિરમાં તેમજ ઓનલાઇનના માધ્યમથી દર્શન કરી ભાવવિભોર બન્યા હતા. (તસ્વીરઃ દિપેશ સામાણી દ્વારકા)

(11:15 am IST)