સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

કાલે પૂ. જલારામબાપા જન્મજયંતિઃ વિરપુરમાં અવિરત સદાવ્રત

વાંકાનેર તા. ર૦ : કાલે સંત સિરોમણી પૂજય શ્રી જલારામ બાપાની (રર૧ મી) જન્મ જયંતિ નિમિતે પૂ. બાપાના ચરણોમાં કોટી કોટી વંદન... વિરપુરધામની પાવન તીર્થ ભૂમીમાં પૂ. સંત શિરોમણી શ્રી જલારામબાપાએ પોતાના ગુરૂદેવ શ્રી ભોજલરામબાપાના આશિર્વાદ પ્રાપ્ત કરીને આજથી બસો વર્ષ પહેલા 'સદાવ્રત' અન્નક્ષેત્ર ચાલુ કરેલ હતું જે આજે શ્રીરામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી પૂ. બાપાએ શરૂ કરેલ 'સદાવ્રત' અવિરત બસો એક વર્ષથી ચાલુ જ છે.'હરિ' વિરબાઇમાંને લઇને નીકળ્યા રસ્તામાં ઝાડ નીચે વીરબાઇનેઝોળી ધોકો આપી કહેલ હુ હમણા આવુ છું. ભગવાન અદ્રશ્ય થયેલા અને વીરબાઇમાં ફરી વીરપુર પધાર્યા આજે પણ છે ધોકો ઝોળી મંદિરમાં પૂજામાં છે. બાપાના મંદિરમાં 'ગંગા-જમુના' રાત્રે આવેલા હતા, પૂ. બાપાએ વિરપુર ધામની પાવન ભૂમીમાં સાધુ-સંતોની સેવા તેમણે જમાડતા હતા જેમ-જેમ દિવસો જતા તેમ ગુરૂજીના આશિર્વાદથી ભગવાન શ્રી રામજીની કૃપાથી આ જગ્યામાં 'સદાવ્રત' શરૂ કરેલ. એક સમયે વૃદ્ધ સંત પધારેલા તેમને પૂ.બાપાને લાલજીની મૂર્તિ આપેલ અને કહ્યું આ જગ્યામાં ત્રીજા દીવસે સ્વયંમ શ્રી હનુમાનજી પ્રગટ થશે. પૂ.બાપાએ શરૂઆતમાં પોતે મજુરી કરીને સદાવ્રત ચલાવતા હતા.જેમ જેમ દિવસો ગયા તેમ આ જગ્યામાં સાધુ-સંતો-ગરીબો, અને ભકતજનો ખૂબજ આવવા લાગ્યા...દુષ્કાળના સમયમાં પણ 'ટુકડો' સદાવ્રત ચાલુ રહ્યું હતું.દેશ-વિદેશમાંથી પણ પૂ. જલારામ બાપાના ભકતજનો વિશાળ સંખ્યામાં કાયમ વિરપુર પધારે છે. અને પૂ. બાપાના દર્શન કરીને આરતિના દર્શનનો લાભ લઇ તેમજ પૂ. બાપાનો દિવ્ય મહાપ્રસાદ લઇને ધન્યતા અનુભવે છે.                                            :- સંકલનઃ- હિતેશ રાચ્છ-વાંકાનેર

(11:31 am IST)