સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

કેશોદમાં દુકાનના તાળા તોડી પંદર હજારની ચોરી

તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૦ : કેશોદમાં એકજ રાતમાં ઘરફોડીના બે બનાવ બાદ ગત મોડી રાત્રીના તસ્કરોએ વેરાવળ રોડ પરની દુકાન નિશાન બનાવી રૂપિયા પંદર હજારની ચોરી કરી ગયાની સમગ્ર ઘટના સીસી ટીવી ફુટેજમાં કેદ થયેલ છે.

ધર્મ સેલ્સ નામની દુકાનમાં ગત બુધવારની મોડી રાત્રે તસ્કરો ત્રાટકી દુકાનના તાળા તોડી ટેબલના ખાનાનું લોક તોડી ટેબલના ખાનામાં રહેલ રૂપિયા૧૫૦૦૦ રોકડ ની ચોરી કરી ગયાની દુકાનના માલિકે કેશોદ પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા મોઢા પર રૂમાલ બાંધેલ ત્રણ તસ્કરો તસ્કરી કરી ચોરીને અંજામ આપી રહયાનુ ફુટેજમાં સ્પષ્ટ જોવા મળેલછે. સીસી ટીવી ફુટેજના આધારે કેશોદ પોલિસ આ બનાવની તપાસ કરી રહેલછે. કેશોદમાં વધતા જતા ચોરીના બનાવોને ધ્યાનમાં લઈ રાત્રિ પોલિસ પેટ્રોલિંગ કડક બનાવવા વેપારીઓમાંથી માંગ ઉઠી છે.

(11:35 am IST)