સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

વડીયામાં રૂ પીંજીને ગુજરાન ચલાવનાર યુવકનો આર્થિક સંકડામણથી આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૦ : વડીયા ગાંધી ચોકમાં રૂપીંજી ગાદલા બનાવવાની દુકાન ધરાવતા અયુબભાઇ યુસુફભાઇ સરવૈયા ઉ.વ.૩૭ આર્થિક મંદીના કારણે સંકડામણથી સ્વામિનારાયણ મંદિર નજીક પુલ ઉપરથી નદીમાં જંપલાવી આત્મહત્યા કરી લેતા મોત નિપજયાનું સીકંદરભાઇ કાસમભાઇ સરવૈયાએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અકસ્માત

બગસરા જેતપુર રોડ ઉપર હુડકો પાસે કોઇ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે વિપુલભાઇ સવજીભાઇ મકવાણા ઉ.વ.૪૬ રહે. બગસરા ગોકુળપરા હોન્ડા સ્પેન્ડર જીજે૪એએસ ૮૮૬રનું લઇને વાડીએથી ઘરે આવતા હતાં ત્યારે રસ્તામાં ફોર વ્હીલ નંબર જીજે-૦૬એલએસ-પ૦પરના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યાની કલ્પેશભાઇ કેશુભાઇ મકવાણાએ બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

અમરેલી : બગસરા નદીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ અમૃતભાઇ સનેશ્વરા ઉ.વ.૪૭ અને પરેશભાઇ રામજીભાઇ માળવી ફોર વ્હીલ વેગનઆર જીજે૧૩-સીસી-૦૪૧ર લઇને અમરેલી ગેસ પુરાવવા આવતા હતાં ત્યારે બાયપાસ રોડ ઉપર સાપ નીકળતા સ્ટેરીંગનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતાં ભરતભાઇને માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજયાનું પરેશભાઇ રામજીભાઇ માળવીએ બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આપઘાત

અમરેલી : ધારી તાલુકાના ગીગાસણ ગામે રહેતા જયંતીભાઇ રણછોડભાઇ સોંદરવા છોકરીઓ જોવા જતા હોય અને તેમને કોઇ હા ન પાડતા લગ્ન ન થતાં કંટાળી પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પ્રવિણભાઇ રણછોડભાઇ સોંદરવાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

આપઘાત

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના કાના તળાવ ગામે રહેતી આરતીબેન જયદીપભાઇ મકવાણા ઉ.વ.રપની સાથે વડીલોએ લાજ કાઢવા બાબત વાત કરતા વડીલોની વાતનું તેમને લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પતિ જયદીપભાઇએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

માર માર્યો

અમરેલી : જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે સંજયભાઇ મનુભાઇ ભાલીયાની મહાકાળી મોબાઇલની દુકાન પાસે ફટાકડા ફોડવા બાબતે ભરતભાઇ અને લખન ધીરૂ ચૌહાણ વચ્ચે બોલાચાલી થતાં ધીરૂ પાંચા, અશોક ધીરૂ, લખન ધીરૂ, સામજી કસા, બાલા સાર્દુલ ચૌહાણે લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ભરતભાઇને ગંભીર ઇજા કરી મોત નિપજાવી સંજયભાઇ અને સચિનભાઇને ઢીકાપાટુનો માર માર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:55 pm IST)