સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

આણંદપર ભાડલામાં બે પરિવાર વચ્ચે ધબધબાટીઃ ૪ ઘવાયા

દાદુભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ અને વાલજીભાઇ સારવારમાં: સમજાવવા જતા બધાભાઇ, રાહુલ, જગદીશ, મહેશ અને વિજય સહિત તુટી પડયા

રાજકોટ તા.ર૦ : ચોટીલાના આણંદપર ભાડલામાં દીકરીના લગ્ન બાબતે થયેલી બોલાચાલી બાદ બે પરિવાર વચ્ચે ડખ્ખો થતા ચાર વ્યકિતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ આણંદપર, ભાડલા ગામમાં રહેતા દાદુભાઇ ભલાભાઇ વાઘેલા, (ઉ.પપ), દિનેશભાઇ વાલજીભાઇ વાઘેલા (ઉ.૩૪), રમેશભાઇ ભલાભાઇ વાઘેલા, (ઉ.પ૦) અને વાલજીભાઇ માણસસુરભાઇ વાઘેલા (ઉ.પપ) સવારે પોતાના ઘરે હતા ત્યારે બધાભાઇ, રાહુલ, જગદીશ, મહેશ, વિજય તથા અજાણ્યા શખ્સોએ આવી કુહાડાવડે તથા ઘોડા અને પાઇપ આવીને ઝઘડો કરી ઉશ્કેરાઇને હુમલો કરતા દાદુભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ અને વાલજીભાઇને માથા તથા શરીરે ઇજા થતા ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવમાં રમેશભાઇ ની દીકીરીની સગાઇ કીડી કડીયાણા ગામમાં કરવામાં આવી હતી બાદ તેના લગ્ન કરવાની વાતચીત ચાલતી હતી ત્યારે મહેશ બધા આવીને માથાકુટ કરી હતી આ મામલે ડખ્ખો થયો હોવાનું ઇજાગ્રસ્ત ચારેય વ્યકિતએ જણાવ્યું હતું આ અંગે સિવિલ હોસ્પીટલ ચોકના ઇન્ચાર્જે જાણ કરવા ચોટીલા પોલીસે તપાસ આદરી છે.

(3:44 pm IST)