સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

લખતર દાણા ચોરીમાં આરોપીનો જેલમાંથી કબ્જો લઇ પૂછતાછ

વઢવાણ, તા.ર૧: લખતર તાલુકામાં આશરે દોઢેક વર્ષ પહેલા વિરમગામ રવિરાજ હોટલથી લખતર ઉમિયા હોટલ સુધીમાં પ્લાસ્ટિકના દાણા તાડપત્રી કાપી કોઇ લઇ ગયાની ચોરી થઇ હતી. તેમાં ૬ આરોપી અટક કરેલ હતાં ત્યારે મહમદખાન માલાજી જતમલેકનું નામ ખુલ્યું હોય તે ભાગતો ફરતો હોય તે જેલમાં હોવાનું જાણવા મળતાં લખતર પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ આધારે લખતર લાવી તપાસ સાથે તે અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ હાથ ધરેલ છે.

(11:47 am IST)