સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

પોરબંદરના મોઢવાડાની તેજલ ઘોડી અશ્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા

હનુમાનગઢની તારા દ્વિતિય તથા વિસાવાડાની પનીહારી ઘોડી ત્રીજા સ્થાને

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.ર૧: તાલુકાના વિસાવાડામાં યોજાયેલી અશ્વ સ્પર્ધામાં પોરબંદરના મોઢવાડાની તેજલ ઘોડી પ્રથમ સ્થાને વિજેતા બની હતી. અશ્વ સ્પર્ધામાં દ્વિતિય સ્થાને હનુમાનગઢની તારા ઘોડી તેમજ વિસાવાડાની પનીહારી ઘોડી ત્રીજા સ્થાને વિજેતા થયેલ હતી. વિજેતા અશ્વ પાલકોનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા હતાં.

વિર વિંઝરા વિંઝાત અશ્વ પાલક મિત્રમંડળ, વિસાવાડા દ્વારા અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ જાતીના અશ્વોએ ભાગ લીધો હતો. આ અશ્વ સ્પર્ધામાં દોડમાં મોઢવાડા ગામની તેજલ નામની ઘોડી પ્રથમ નંબરે વિજેતા બની હતી. બીજા નંબરે હનુમાનગઢની તારા વિજેતા બની હતી તથા વિસાવાડા ગામની પનીહારી નામની ઘોડી ત્રીજા નંબરે આવી હતી. આ અશ્વ સ્પર્ધામાં રેવાલ ચાલ શીશલી ગામના ટપુડીનો પ્રથમ નંબર આવ્યો હતો. ગરો સ્પર્ધામાં ફટાણા ગામના અરભમજી ઓડેદરાનો અશ્વ પ્રથમ નંબર આવ્યો હતો. તમામ વિજેતા થયેલા અશ્વ પાલકને શિલ્ડ આપી સન્માનીત કર્યા હતાં.

(12:56 pm IST)