સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

ઓખામાં પોલીસ ચેકીંગ દરમિયાન કારમાંથી હથિયારો મળતા તમામની અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૧ : ઓખાના આર.કે.બંદર પોસ્ટ પાસે પોલીસ રાત્રીના ચેકીંગમાં હોય ત્યારે પસાર થતી જી.જે.૧ એચઆર ૩ર૧ ૭ નંબરની ઇનોવાકારને રોકી કારની તલાશી લેતા કારમાંથી બે લાકડી, ધોકા, લોખંડની સાંગળી જેવા હથીયારો મળી આવતા પોલીસે કારમાં સવાર શખ્સોની પુછપરછ હાથ ધરતા તમામ કોઇ સંતોષ કારક જવાન ન આપતા પોલીસે કાર સવાર અમદાવાદના બહેરામપુરા પરિક્ષીત લાલનગરમાં રહેતા ફઇમ અહેમદ યાસીન રંગરેજ, બરોડાના અફસર ચોક પાસે રહેતો શેર બહાદુર માણેકચંદગીરી ગૌસ્વામી તથા અમદાવાદ ઝૂંપડ પટ્ટીમાં રહેતો રામદે વસિંગ લાખારામ ચૌહાણની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી છે ઝડપાયેલા શખ્સો કયાં કારણથી અહી આવ્યા હતા અને કોઇ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરંભડામાં મહિલા સહિત પાંચ જુગાર રમતા ઝડપાયા

મિઠાપુરના આરંભડામાં ઇન્દીરા -નગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા જુમા સાલેમામદ ચાવડા, અરશી મુરૂ સાગઠીયા, માનુબેન ગુલાબભાઇ સોઢા, સલમાબેન આમદભાઇ ચાવડા, શકીનાબેન હાજીભાઇ ચાવડા તમામને ઝડપી લઇ તેમની પાસે રહેલી રોકડ ૬૧૩૦ ની મતા કબ્જે કરી મિઠાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.બિજા દરોડામાં આરંભડાના ઇન્દીરાનગરમાં જાહેરમાં એકીબેકીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આમદ સુલેમાન સંઘાર, શુકલભા મુરૂભા માણેકને રોકડ ર૦૮૦ ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

(1:05 pm IST)