સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

લાલપુરનાં ગજણાની સીમમાં પત્નિનાં પ્રેમીને પતિએ મોતને ઘાટ ઉતાર્યાનો ઘટસ્ફોટઃ બે શખ્સ મધ્ય પ્રદેશથી ઝડપાયા

લાલપુર-જામનગર તા. ર૧ :.. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ગજણાની સીમમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાય ગયો છે.

જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતો મુળ લાલપુર તાલુકાના રાફુદળ ગામના વતની જયેશ કરમશીભાઇ મઘોડીયા (ઉ.ર૭) નામના યુવાનની ગુરૂવારે સવારે ગજણા ગામની સીમમાંથી મોઢામાં બોથડ પદાર્થ અને કોશના ઘા મારીને મોઢું છંુદી નાખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. મૃતકનો મોબાઇલ ફોન અને પાકીટ ગાયબ હોવાથી લાલપુર પોલીસે હત્યા, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એલસીબી પીઆઇ. કે. જી. ચૌધરી તેમજ સ્ટાફ તેમજ પીએસઆઇ બી.એસ.વાળા સહીતના પોલીસ સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો હતો. આ દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, વાડીમાં કામ કરતા પરપ્રાંતિય દંપતી વચ્ચે માથાકુટ થઇ હતી અને તેની પત્નીને જામનગરના યુવાન સાથે આડા સંબંધ હોવાની અને તે રાફુદડ ગામમાં આવે ત્યારે તેને મળવા જતી હોવાની વાડી માલીકને જાણ થઇ હતી. જે અંગેની વાડી માલીકે સરપંચને વાત કરતાં તેમણે મૃતકના ભાઇને વાતચીત કરી હતી જેથી મૃતકના ભાઇએ એમ.પી.ના શખ્સ સામે શંકા દર્શાવી હતી. તે રાતો-રાત એમ.પી.જવા નિકળી ગયા હતાં જેથી લાલપુર પોલીસની એક ટીમે તેનો પીછો કર્યો હતો અને યુવતીના પતિ સીહત બે શખ્સોની એમ. પી.માંથી અટકાયત કરી છે બન્ને શખ્સોને લઇ જામનગર આવવા માટે રવાના થઇ ગઇ છે તે બન્ને શખ્સેએ પણ આડા સંબંધમાં હત્યા કર્યાની કબુલાત કરી છે.

(4:57 pm IST)