સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

કોરોનાની સ્થિતિ વણસતા ગોંડલ સીટી પોલીસ અને મામલતદાર દ્વારા સઘન ચેકીંગ :નિયમોના ભંગ બદલ દંડ : દુકાનો સીલ કરાઈ

સીટી પીઆઇ જાડેજા,સહિતનો પોલીસ સ્ટાફ સીટી મામલતદાર, ચીફ ઓફિસર દ્વારા ગોંડલના વિવિધ વિસ્તરોમાં મેગા ડ્રાઈવ

ગોંડલ : ગોંડલમાં કોરોનાનું સંક્રમણ વધતા સીટી પોલીસ અને મામલતદાર દ્વારા બજારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું, લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો અને નિયમોમાં ઉલ્લંઘન બદલ કાર્યવાહી હાથ ધરી હતી, ગોંડલ સીટી પીઆઇ જાડેજા,સહિતનો પોલીસ સ્ટાફ સીટી મામલતદાર, ચીફ ઓફિસર દ્વારા ગોંડલના વિવિધ વિસ્તરોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કને લઈને મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં માસ્ક વગર ફરતા લોકોને હાજર દંડ આને મુખ્ય બજારોમાં વેપારીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીગનુ ઉલ્લંઘન થતું હોઈ ત્યાં દુકાનો સીલ કરવા સહિતની કાર્યવાહી કરી હતી

(8:51 pm IST)