સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th June 2021

ધોરાજી : જૂનાગઢ મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટનું સન્માન

ધોરાજી : કોરોના કાળમાં જુનાગઢની સરકારી હોસ્પિટલમાં મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ડો.સુશીલ કુમાર અને સ્ટાફ દ્વારા ધોરાજી વિસ્તાર જામકંડોરણા વિસ્તારના દર્દીઓને સારી સુવિધાઓ અને કામગીરી બદલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ડો.સુશીલકુમારની મુલાકાત લીધી હતી. આ તકે ડો.જયેશ વસેટીયનએ સ્વાગત કર્યુ હતુ. ધોરાજી ભાજપ અગ્રણી નિતીનભાઇ જાગાણી અને ડો.વસેટીયન, ડો.સુશીલકુમારનું સન્માન કર્યુ હતુ તેમજ ડો.કૃણાલ ઠેસીયા, ડો.દિપ રાદડીયા, ડો.અનિરૂધ્ધ રાઠોડ, ડો.રાજ બેટા, ડો.અંકીતબેન પરમાર સહિતના હાજર રહ્યા હતા.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:02 pm IST)