સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th June 2021

જાફરાબાદના ધારાબંદર દરિયાઇ ખાડી વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

મોતના કારણ અંગે પોસ્ટમોર્ટમ રીપોર્ટની જોવાતી રાહ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૦ : તાઉતે વાવાઝોડાના રર દિવસ ઉપર સમય વિત્યો બાદ અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના ધારાબંદર દરિયાઇ ખાંડીમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી છે.

મૃતદેહ મળ્યો તે ધારાબંદર થોડે દુર દરિયામાં ખાડી વિસ્તારમાંથી મળ્યો તેની સામે જ ગીર સોમનાથ જિલ્લાના નવા બંદરનો કાંઠો દેખાય છે. એટલે બોર્ડર વિસ્તારમાંથી મળી આવ્યો છે. પરંતુ મૃતદેહ મળ્યો તે અમરેલીની હદ હોવાને કારણે વન વિભાગ દ્વારા કબ્જો મેળવી પી.એમ.ની  કાર્યવાહી હાથ ધરી સિંહનો મૃતદેહ કેટલાય દિવસો પહેલા તણાયો હોવાનું વન વિભાગના અધિકારીઓનું માનવુ છે ત્યારે આ સિંહ તાઉતે વાવાઝોડા દરમિયા અમરેલી અથવા તો ગીર સોમનાથ જિલ્લાનો સિંહ હોય શકે. જો કે અમરેલી વન વિભાગ દ્વારા દાવો કરાયો છે.

ત્યારે ગીર સોમનાથ જિલ્લાનો સિંહ હોય શકે આ પ્રકારની આશંકા જોવા મળી રહી છે.

(1:08 pm IST)