સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

મોરબી સિવિલમાં દર્દીઓની વેદના યથાવત, લોબી કે એમ્બ્યુલન્સમાં દર્દીઓને અપાતી સારવાર

32 બેડ ઓકિસજન મેઇન્ટેન્સનસ અને સ્ટાફના અભાવે બંધ હોવાથી દર્દીઓની કફોડી હાલત

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં તંત્રના પાપે હજુ સુધી દર્દીઓને વેદના ઓછી થઈ નથી. ખાસ કરીને બેડની સુવિધાઓ હોવા છતાં દર્દીઓને લોબીમાં સુવડાવી કે એમ્બ્યુલન્સમાં જ બેસાડીને ઓક્સિજનની સારવાર અપાઈ છે. દર્દીઓની આવી કપરી હાલત હયાત સુવિધાની યોગ્ય રીતે મેઇન્ટેન્સ ન કરવાથી સર્જાઈ છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની છેલ્લા પંદરેક દિવસથી ભયાનક પરિસ્થિતિ છે. ખાસ કરીને બેડના ભાવે દર્દીઓ બેહાલ છે. જો કે અગાઉ બેડની અછતને કારણે દર્દીઓ રામભરોસે હોય તેવી સ્થિતિ બહાર આવ્યા પછી વધારાની સિવિલમાં ઓકિસજન બેડ ફાળવામાં આવી હતી. તેમ છતાં દર્દીઓની પીડા ઓછી થઈ નથી. તેનું કારણ બેડની મેઇન્ટેન્સ અને સ્ટાફનો અભાવ છે. આજની તારીખે સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે કુલ 190 બેડ છે. જેમાથી 176 બેડ ઓકિસજનવાળા છે. જ્યારે 10 જેટલા વેન્ટિલેટર બેડ છે અને 4 નોર્મલ બેડ છે. પરંતુ 32 બેડ એવા છે કે જેમાં ઓકિસજન અને સ્ટાફના અભાવે બંધ પડ્યા છે.

(10:43 pm IST)