સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

જુનાગઢ ઝવેરી એસો.કિરાણા મરચન્ટ એસો. વંથલીમાં સ્વયંભુ લોકડાઉન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૧: ઝવેરી એસોસિએશનના બધા જ સભ્યો કોરોના રોગને જૂનાગઢ શહેરમાં ફેલાતો અટકાવવા માટે ચિંતિત છે. આજ રોજ કલેકટરશ્રી સાથે વાત કરી , સર્વે સોની વેપારી સભ્યો વતી કરું છું કે....

વેપાર-રોજગાર ને આગામી ૫ દિવસ , એટલે કે ૨૧-૪-૨૦૨૧ થી ૨૫-૪-૨૦૨૧ સુધી સંપૂર્ણ રીતે બંધ રાખીયે...

મર્યાદિત્ત ચહલ-પહલ, સેનિટાઇઝેશન અને સોસીયલ ડિસ્ટર્ન્સિંગથી કોરોનાનો ફેલાવો વધતો અટકાવીએ અને આપણે સૌ એને ટેકો આપીયે. તેમ અરવિંદભાઈ સોની પ્રમુખ, જૂનાગઢ ઝવેરી એસોસિયેશનએ જણાવ્યુ છે. આજથી તા.૩૦ સુધી કિરાણા. મરચન્ટ એસો.ની.દરેક.દુકાનોનો ટાઇમ સવારે ૮ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીનો નકકી કરેલ છે.... આજરોજ.બપોરે.૧૨.૩૦. કલાકે.જુનાગઢ જીલ્લા સેવાસદનમા કલેકટરશ્રીની સાથે જુનાગઢ ચેમ્બર્સ ઓફ.કોમર્સના તમામ વેપારી એસો.ના.પ્રતિનીધીઓની, અધીકારીઓ, પદાધિકારીઓની, બોલાવેલી મીટીંગ મા.હાલમા.દેશ,વિદેશમા.. કોરોનાનુ સક્રમણ અતી..ભયાનક સ્વરુપ લઇ રહયુ છે ત્યારે આપણા જુનાગઢ શહેરની હાલની કોરોનાની અતી ભયંકર અતી ખરાબ પરિસ્થિતી હોય ત્યારે જુનાગઢમા વધતા કોરોનાને કેમ અટકાવવો તેના વિષે જુનાગઢના ભાજપ શહેર પ્રમુખ પુનીતભાઇ.શર્મા .. મેયર શ્રી.ધીરુભાઇ ગોહેલ ડે.મેયર શ્રી.હીમાંશુભાઇ પંડયા, પત્રકાર મીડીયા પ્રમુખ કુષ્ણકાંતભાઇ રુપારેલીયા ગ્રેઇન મરચન્ટ પ્રમુખ શ્રી રાજુભાઇ જોબનપુત્રા.. ચેમ્બર્સ, મંત્રી.શ્રી.સંજયભાઇ ..એસ.પી. ..ડીવાયએસપી. સાથે હાલની પરિસ્થિતની સમીક્ષા કરીને દરેક એસો.ના.પ્રતિનિધિ સાથે ચર્ચા કરીને વેપારનો સમય તા.૨૧.થી તા.૩૦.સુધી.. સવારે ૮ થી બપોરે ૨ વાગ્યાનો નકકી.કરેલો છે...

દેશના લગભગ રાજયો શહેરો તાલુકાઓમા પણવેપારી મઁડળો આવો નીર્ણય  લઇ.રહેલ છે. દાણાપીઠ.એસો. ના.પ્રમુખ રાજુભાઇ. એતો વેપારીઓના હીતમાં.ગયા. વીક.મા.જ.નીર્ણય લઇ. અમલ શરુ કરાવેલ છે.. મે પણઆજની મીટીંગમાં થયેલો નીર્ણય નો.અમલકરવા  એસોનાઉપપ્રમુખશ્રી. મનસુખભાઇ. મઁત્રીશ્રી.. ભાવેશભાઇ. તેમજ.કારોબારી.હોદેદારો સાથે.ચર્ચા.કરીનૈ અમલવારી નકકી કરેલ છે. આવતીકાલથી આપણા  દરેક.વેપારી ભાઇઓ પણ. ચુસ્તપણે.સરકારી.નિયમોનુ પાલન કરીને સવારથી બપોરે.૨ વાગ્યા સુધી વેપાર કરવા.ચુસ્તપણે અમલ કરવા નમ્ર અપીલ કરુછુ.. તેમ પ્રમુખ બિપીન.સોઢાએ જણાવ્યુ છે.

હાલ સમગ્ર વંથલી તાલુકામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વંથલી વેપારી એસોસીએશન તેમજ વંથલી નગરપાલિકા દ્વારા તારીખ ૨૨થી તારીખ ૨૫ સુધી સ્વયંભૂ સંપૂર્ણ લોકડાઉનમેડિકલ સ્ટોર સિવાય જેમાં તમામ દુકાનો ચાર દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે. શાકભાજીની લારીઓ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી હરી ફરી વ્યવસાય કરી શકશે માત્ર એક જ જગ્યાએ ઉભી શકશે નહીં. દૂધના કાઉન્ટરો સવારે ૭:૦૦ થી ૯:૦૦ તથા સાંજે ૬:૦૦ થી ૮:૦૦ ખુલ્લા રાખી વ્યવસાય કરી શકશે. તમામ મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. લોકો અતિ અગત્યના કામકાજ વગર પોતાના ઘરની બહાર નીકળશે તો દંડ પાત્ર ગુનો ગણાશે તેમજ પોલીસ દ્વારા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

(12:48 pm IST)