સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

મોરબી તાલુકાના બંધુનગર ગામે શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા

મોરબી :  જિલ્લા પોલીસ સુબોધ ઓડેદરા એ જુગારની બદીને સદતર  નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી dysp રાધીકાભારાઇના માર્ગદર્શન હેઠળ  મોરબી તાલુકા પી.આઈ. એમ.આર. ગોઢાણીયા તેમજ યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા બંધુનગર ગામ પાસે તુલશી પેટ્રોલપંપની બાજુમાં, તુલશી કોમ્પલેક્ષ, ભકિત રોડ લાઇન્સ લખેલ દિપકભાઇ પ્રમોદભાઇ શિવપુરાના કબ્જા ભોગવટાવાળી શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં દરોડો પાડતા   (૧)દિપભાઇ  પ્રમોદભાઇ શિવપુરામથી (૨) ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી ખવાસ (૩)ક્રિપાલભાઇ ગંભીરદાન બાર (૪) કાસીકભાઇ મહમદગુલાબ શેખ અને (૫) કરશનભાઇ લાલાભાઇ મુંધવા રહે બધા મોરબીને રૂપિયા ૬૮,૦૦૦ના રોકડ સાથે હેડ કોન્સ સુરેશભાઇ હુંબલ, યમુખભાઇ વસીયાણી, યોગીરાજસિંહ જાડેજા,  જયદીપભાઇ પટેલ, ફતેસંગ પરમાર તથા રવિરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઝડપીને કામગીરી બજાવી હતી.

(12:49 pm IST)