સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

ગીર સોમનાથ જીલ્લામાં બેના મોતઃ ૪૯ નવા કેસ

કોરોનાએ તંત્રને હફાવ્યું ? હાફી જતું તંત્રઃ ૬૦૦ થી વધારે દર્દીઓઃ ભારે કટોકટી ખાટલાઓ, ઓકસીજન, ઈન્જેકશન, વેન્ટીલેટર માટે દોડાદોડી

વેરાવળ, તા.૨૧: ગીર સોમનાથ જીલ્લામાં ૬ તાલુકામાં સરકાર ના નિયમ મુજબ કોવીડ૧૯ માં ૬૦૦ થી વધારે દર્દીઓ દાખલ થયેલ છે તેમાં પણ આરોગ્ય ની અનેક સુવિધા મળતી ન હોવાથી દર્દીઓમાં ફરીયાદ ઉઠી છે આજે ૪૯ કેસો નવા નોધાયેલ છે બે ના મૃત્યુ થયેલ હોય ૮૩ દર્દીઓ સીવીલમાં સારવાર લઈ રહેલ છે.

ગીર સોમનાથ જીલ્લાની ૧પ લાખ ની આસપાસ વસ્તી હોય કોરોનાના કેસો છ તાલુકામાં ૬૦૦ થી વધારે દર્દીઓ દાખલ હોય તેમાજ કટોકટી સર્જાયેલ છે આખા વિસ્તારમાં ખાટલાઓ, ઓકસીજન, ઈન્જીકશન, વેન્ટીલેટરો મળતા ન હોય જેથી ભારે દોડાદોડી થતી હોય છે જો વધારે દર્દીઓ ને મુશ્કેલી સર્જાત તો આરોગ્ય તંત્ર માટે સારવારઆપવી મુશ્કેલ થઈ પડે તેવી સ્થીતી સર્જાયેલ છે આખા જીલ્લામાંથી મુખ્ય મથક વેરાવળ માં સીવીલ,ખાનગી હોસ્પીટલમાં કયાં જગ્યા નથીવેન્ટીલેટરો મળતા નથી ઓકસીજના પણ આવક ઓછી હોય તેથી ધરે સારવાર લઈ રહેલ હોય તેને પણ પુરવઠો મળતો નથી ઈન્જેકશનો પણ બપોરે ૪ વાગ્યે આવેલ હતા સરકારની દરેક તાલુકામાં હોસ્પીટલો પી.એચ.સી,સી.એચ.સી ગ્રામ્ય વિસ્તારમાં ડોકટરો, તાલુકામાં હોસ્પીટાલો કલીનીકો એમ.ડી,એમબીબીએસ ડોકટરો, મોટી સંખ્યામાં હોય પણ ફકત ૬૦૦ થી વધારે દર્દીઓ હોસ્પીટલોમાં દાખલ થતા ભારે કટોકટો સર્જાયેલ છે જેથી ગીર સોમનાથ જીલ્લામાં તાત્કાલીક સરકાર દ્રારા બેડ ખાટલાની વ્યવસ્થા થાય તે માટે માંગ ઉઠી છે.

કોરોના ૪૯ કેસ આજે આવેલ હતા તેમાં વેરાવળ ૧૮,સુત્રાપાડા ૬,કોડીનાર ૬,ઉના ૧૦,ગીરગઢડા ૪,તલાલા ૪ નો સમાવશે થાય છે જીલ્લામાં ત્રણ હજાર થી વધારે હોમકોરોન્ટાઈન થયેલ હોય તેવું જાણવા મળેલ છે. કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૬૦ તેમજ ૩૪ ધન્વંતરી રથ માં અત્યાર સુધી માં ૭ લાખ ૭૮ હજાર ૯૧૮ લોકોની તપાસ કરવામાં આવેલ છે.

(12:54 pm IST)