સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

અમરેલી જિલ્લામાં કોરોના મૃત્યુઆંકમાં ફરી ઉછાળો

સ્મશાનગૃહો અને કબ્રસ્તાનમાં ૩૫ની અંતિમવિધી થઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૧ : સોમવારે અમરેલીમાં મૃત્યુનું પ્રમાણ ઘટયા બાદ મંગળવારે ફરી ઉછાળો આવ્યો છે. કોરોનાની સારવાર લઇ રહેલા અને કોરોના વગર અન્ય કારણોસર મૃત્યુ પામવાના ૩૫ બનાવો બન્યા હતા.

અમરેલીના કૈલાશ મુકિતધામમાં ૧૩ કોરોનાના દર્દી અને ૫ અન્ય શહેરીજનો મળી ૧૮ તથા ગાયત્રી મોક્ષધામ ખાતે ૮ કોરોનાના દર્દી અને ૬ અમરેલીવાસીઓ મળી ૧૪ તથા અમરેલીના કબ્રસ્તાનમાં ખાંભાના નીંગાળા ગામના કોરોનાના પુરૂષ દર્દી અને ૨ અન્ય મળી ૩ સાથે કુલ ૩૫ અંતિમવિધિઓ થઇ હતી. આમ અમરેલી શહેરનાં ઘેરો શોક છવાયો છે.

અમરેલીમાં ખાંભાના ૫૦ વર્ષના પુરૂષ, નવી હળીયાદના ૭૫ વર્ષના પુરૂષ, બાઢડાના ૭૮ વર્ષના પુરૂષ, ચમારડીના ૪૫ વર્ષના પુરૂષ, જુના વાઘણીયાના ૫૨ વર્ષના પુરૂષ, લુણીધારના ૬૦ વર્ષના મહિલા, ગીરગઢડાના મોટા સમઢીયાળા ગામના ૩૮ વર્ષના મહિલા દર્દી, મોટા માંડવડાના ૬૪ વર્ષના પુરૂષ, મોટા આંકડીયાના ૭૨ વર્ષના પુરૂષ, રામપરતોરીના ૭૫ વર્ષના પુરૂષ, વિસાવદરના મોટા ભલગામના ૫૨ વર્ષના પુરૂષ, કુંડલાના અભરામપરાના ૬૫ વર્ષના પુરૂષ, વિંછીયાના અમરાપરના ૪૦ વર્ષના આધેડ, ધારીના ગોવિંદપુરના ૫૦ વર્ષના પુરૂષ, બાબરાના ૪૪ વર્ષના પુરૂષ, થોરડીના ૭૭ વર્ષના પુરૂષ તથા અમરેલી શહેરના જેશીંગપરાના ૫૮ વર્ષના પુરૂષ, ચિતલ રોડ પોસ્ટલ સોસાયટીના ૬૪ વર્ષના પુરૂષ સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે.

(12:57 pm IST)