સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

દ્વારકાધીશ મંદિરની આવક જાન્‍યુઆરીથી મે માસ સુધી છ કરોડની થઇ

છેલ્લા પાંચ માસમાં રપ લાખ ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યાઃ કોરોના બાદ સૌથી વધુ ભાવિકો પ્રવાસન અને દર્શનાર્થે આવ્‍યા

(વિનુ સમાધાણી દ્વારા) દ્વારકા તા.ર૧ : ભારતના ચારધામ માંના પ્રથમ યાત્રાધામ દ્વારકા નગરમાં દેશ-વિદેશના મળીને રપ લાખ યાત્રીકોએ છેલ્લા ૬ માસમાં કાળીયા ઠાકરને મસ્‍તક નમાવી આવ્‍યા છે અને દ્વારકા મંદિરને દાનની  રૂા. છ કરોડની રકમ મળી હોવાનો પ્રાથમીક અંદાજ દેવસ્‍થાન સમીતીના વહિવટદાર તંલશાત્રએ આપ્‍યો છ.ે

કોરોના બાદ દ્વારકા યાત્રાધામ પ્રવાસનને મોટો વેગ મળ્‍યો છે. પુજારી પંડા પરિવાર હોટેલ ઉદ્યોગ અને નાનામોટા વેપારી વર્ગથી લઇને ટ્રાવેર્લ્‍સ એજન્‍ટ સહિતના ધંધાર્થીઓને ફાયદો થયો છે.

(4:24 pm IST)