સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

આટકોટ પાસે રોડ ઉપર ખાડાથી વાહનચાલકો હેરાન

આટકોટ : રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ પાસે બુઢણપરી નદી પુલ પાસે હાઈવે પર મસ મોટા ખાડો કેટલાક વાહન ચાલકો ભોગ બની ગયા છે છતાંય તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી દસ દિવસથી આ ખાડામાં વાહન ચાલકો ભોગ બન્યા છે મોટું વાહન ચલાવુુ પણ મુશ્કેલ છે ત્યારે પુલ સુધી રોડ પર ખાડા પડી ગયા છે અનેક નેતાઓ પણ આ રોડ પરથી પસાર થતાં હોય પણ હજુય સુધી આ હાઈવે ની આવી દસા સુધરી નહિ હોટલ ગૌળાઈ સુધી કેટલાક ખાડા છે વાહન ચલાવુુ મુશ્કેલ પડે રાત્રે ટુ વ્હીલર ચાલકો ભોગ બની રહયા છે વહેલી તકે રોડ રીપેરીંગ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે. (તસવીર : કરશન બામટા આટકોટ)

(10:32 am IST)