સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

કોડીનારનાં દુદાણામાં ગેસનો બાટલો લીક થતાં આગ ભભૂકીઃ દંપતિ ગંભીર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ર૧ :.. કોડીનાર તાલુકાનાં દુદાણા ગામે ગેસના બાટલો લીંક થતા આગ લાગતાં દંપતી ગંભીર રીતે દાઝી જતા કોડીનારની સનાવાળા હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડેલ છે.

કોડીનાર નજીક આવેલ દુદાણા ગામે ગઇકાલે સાંજનાં સમયે ભાવસિંગભાઇ નાથાભાઇ વાળાનાં ઘરે તેમના પત્ની સંગીતાબેન ભાવસીંગભાઇ ગેસ ઉપર રસોઇ બનાવતા હતા ત્યારે અકસ્માતે ગેસ લીંક થતા આગ લાગી ગયેલ જેથી તેમના પત્ની ગંભીર રીતે દાઝી ગયેલ તેમને બચાવવા જતા તેમના પતિ પણ દાઝી ગયેલ. નાના એવા ગામમાં વાત ફેલાતા ગામનાં સરપંચ જગુભાઇ ચૌહાણ ઘટના સ્થળે જઇ કોડીનાર નગરપાલીકાને જાણ કરતા કોડીનાર નગરપાલીકાનું ફાયર ફાઇટર આવી જતા આગ ઉપર કાબુ મેળવેલ અને ગંભીર રીતે દાઝી જતા દંપતીને કોડીનારની સનાવાળા હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસડેલ છે.

(11:46 am IST)