સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

શનીવારે મોળાકત વ્રતનું અને રવિવારે જયાપાર્વતીનુ જાગરણ

આજથી યુવતિઓ દ્વારા જયાપાર્વતી વ્રતનું પૂજન-અર્ચન સાથે પ્રારંભ

ધોરાજી : ગોકુલધામ ગૌશાળા ખાતે મોળાકત વ્રતનું પૂજન-અર્ચન કર્યુ હતું. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા -ધોરાજી)

રાજકોટ તા. ર૧ :.. આજથી યુવતિઓ દ્વારા જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. અને વહેલી સવારે યુવતીઓ દ્વારા પૂજન - અર્ચન કરીને આ વ્રતનો પ્રારંભ કર્યો હતો. જયાપાર્વતી વ્રતનું તા. રપ ને રવિવારે જાગરણ કરવામાં આવશે જયારે તા. ર૦ થી શરૂ થયેલ મોળાકત વ્રતનુ તા. ર૪ ને શનિવારે જાગરણ કરવામાં આવશે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ધોરાજી ખાતે બાળાઓ દ્વારા મોળાકતના વ્રતનો પ્રારંભ કર્યા છે. આ ગૌરી વ્રત પ્રારંભ (સોભાગ્ય વતી) શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નાની દીકરીઓ શ્રધ્ધાથી પાંચ દિવસ આ વ્રત કરે છે. અને માતાજીની કૃપાથી તેને સારૂ ઘર પ્રાપ્ત થાય છે. ચર્તુમાસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનો વિશેષ મહીમાં રહેલ હોય છે. અને આ ગૌરીવ્રત પાંચ દિવસનું હોય છે. અને વ્રત પૂર્ણ થતા બાળકીઓ જાગરણ કરે છે. આ અંગે ધોરાજીની ગોકુલધામ ગૌ શાળા દ્વારા નાની - નાની બાળકીઓ માટે ખાસ પાણીના હોજ પાણીથી ભરેલ રાખેલ હતા અને દરેક બાળાઓ પ્રસાદનું વિતરણ કરેલ આ તકે બાળાઓ દ્વારા વિશ્વ શાંતી અને સમગ્ર દેશમાંથી કોરોના નાબુદ થાય એ અંગે પૂજા - અર્ચના અને મહાઆરતી યોજાયા હતા અને પ્રાર્થના કરેલ હતી. 

(11:46 am IST)