સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

સૌરાષ્ટ્ર-કચ્છનાં ર૦ તાલુકામા ઝાપટા : લતીપુરમાં અડધો ઇંચ

આજે સતત બીજા દિવસે ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે વરસતા માત્ર ઝાપટા

રાજકોટ, તા. ર૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ર૦ તાલુકામાં ઝાપટા વરસ્યા છે જેમાં જામનગર જીલ્લાના લતીપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. આજે સવારથી સતત બીજા દિવસે સર્વત્ર  ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે અને પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા જો કે આવા વાતાવરણ વચ્ચે બફારો પણ યથાવત છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહતમ તાપમાન ૩ર, લધુતમ ર૬.૮, ભેજ ૮૮ ટકા, પવનની ઝડપ ૧૬.૩  કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આજે સવારના ૧૦ વાગ્યા સુધીના આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

ગોંડલ  ૧ મી. મી.

રાજકોટ ૧ મી. મી.

પોરબંદર

પોરબંદર       ૧ મી. મી.

રાણાવાવ       ૧ મી. મી.

જુનાગઢ

જુનાગઢ        ૩ મી. મી.

ભેંસાણ  ૯ મી. મી.

મેંદરડા ૪ મી.મી.

વંથલી  ર મી. મી.

માંગરોળ       ર મી. મી.

માળીયા ૬ મી. મી.

જામનગર

જોડીયા ૩ મી. મી.

ધ્રોલ    ૧ મી. મી.

ભણગોર        ર મી. મી.

મોટાખડવા     પ મી. મી.

પઠાણા ૮ મી. મી.

લતીપુર        ૧૦ મી. મી.

બાલંભા પ મી. મી.

ગીર સોમનાથ

તાલાલા        ૬ મી. મી.

અમરેલી

જાફરાબાદ      ર મી. મી.

બાબરા ર મી. મી.

વડીયા  ૪ મી. મી.

(11:55 am IST)