સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

કોડીનારના ઘાંટવડ ખાતે રૂદ્રેશ્વર જહાગીર ભારતી આશ્રમે ગુરૂપૂર્ણિમાની સાદગીપુર્વક ઉજવણી કરાશે

સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરાશે સૌસેવક સમુદાયને ઘરે રહી ગુરૂપુજન કરવા ઇન્દ્રભારતી બાપુની અપીલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૧ : કોડીનાર નજીક આવેલ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે આગામી ર૩ ના રોજ ગુરૂપૂર્ણિમાં પર્વની સાદ્ગી પૂર્ણ ઉજવણી કરવામાં આવનાર છે.

પૂ.ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે કોરોના મહાહારીની હિસાબે ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ કોઇપણ જાતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ નથી અને તા.રરને સંધ્યાએ સાંજે ૭ થી ૧ર  વાગ્યા સુધી ભજન સંધ્યા અને ધુનનું આયોજન  રાખેલ છે તો કોઇ વ્યકિતએ આવવુ નહી તા. રર થી૭ વાગ્યા પછી આશ્રમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં અમારા સેવક સમુદાયના ર૦૦ વ્યકિતની મર્યાદામાં જ અમારૂ આયોજન છે ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ જ તેનું ચુસ્તપાલન કરી આ પર્વ ઉજવાશે તમે તમારા ઘરે રહી પુરૂપૂજન  કરી આ કોરોના મહમારીમાંથી વહેલી તકે સમગ્ર વિશ્વ મુકત થાય તેવી ભગવાન ગુરૂ મહારાજને પ્રાર્થના કરીએ અને ઘાટવંડ ખાતે અમુક આમંત્રીત વ્યકિતઓને જ ઉપસ્થિત રહેવા પૂ. ઇન્દ્રભારતીબાપુએ અપીલ કરી છે.

(11:56 am IST)