સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

પડધરીના સરપદડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સંભવિત ત્રીજી લહેરના પગલે મેડિકલ સુવિધા ઉપલબ્ધ

(મનમોહન બગડાઈ દ્વારા) પડધરી, તા. ૨૧ :. પ્રા. આ. કેન્દ્ર-સરપદડ ખાતે રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સુમાબેન લુણાગરિયા તેમજ પડધરી તાલુકા સદસ્ય મુકેશભાઈ મુંગલપરા દ્વારા જિલ્લા સદસ્યની ગ્રાન્ટમાંથી પ્રા.આ. કેન્દ્ર-સરપદડને લોહીના રિપોર્ટ કરવા માટે ઓટો સેલ કાઉન્ટર મશીન તેમજ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે ૨ ઓકિસજન કોન્સનટ્રેટર મશીન તેમજ ૩ ઓકિસજન સિલિન્ડર, ૭ હિમોગ્લોબીન મીટર, ૭ નેબ્યુલાઈઝર મશીન નાના બાળકો માટે, ૭ ઓકસીમિટર, ૭ થર્મલ ગન, ૭ ડિજીટલ બી.પી. ઈન્સ્ટ્રુમેન્ટ, ફાળવવામાં આવેલ જે અજેઓજ પ્રજા સમક્ષ ખુલા મુકવામાં આવેલ.

આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય શ્રીમતી સુમાબેન લુણાગરિયા, પડધરી તાલુકા સદસ્ય મુકેશભાઈ મુંગલપરા, ડો. ગોરધનભાઈ તથા અન્ય લોક આગેવાનો ઉપસ્થિત રહેલ. તેમજ પ્રા.આ. કેન્દ્ર-સરપદડના ડો. પંકજકુમાર શર્મા, આયુષ ડો. અપૂર્વ ત્રિવેદી, લેબટેક્ - ફરીદાબેન ઘીવાલા, ફાર્માશિષ્ટ-મનોજભાઈ છત્રોલા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રા.આ. કેન્દ્ર-સરપદડના સુપરવાઈઝર માનસિંહ જે. પરમાર જહેમત ઉઠાવી હતી.

(12:37 pm IST)