News of Wednesday, 21st July 2021
અમરેલી એસ. ટી. ડ્રાઇવરે કાબુ ગુમાવતા દુકાન-વિજપોલમાં નુકશાન
વેપારી અને પીજીવીસીએલ દ્વારા પોલીસ ફરિયાદ
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. અમરેલી શહેરમાં આજ વહેલી સવારે ક્રિષ્ના પંપના વળાકમાં એક એસ. ટી. બસના ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બીપીએમ સાયકલની દુકાનના બોર્ડ તથા એક વિજળી પોલ ભાંગી નાખી અને વેપારીને નુકશાન થયાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પીજીવીસીએલ.ને જાણ કરતા તેમની ટીમ ઘટના સ્થળ પહોંચી તાત્કાલીક ધોરણે વિજળી પોલ ઉભા કરી ફરી પાવર સ્થાપીત કરેલ. આ બનાવ અંગે વેપારી અને પીજીવીસીએલ દ્વારા પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધરેલ છે.
(12:39 pm IST)