સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

ધ્રોલના વાંકીયા પાસેથી ૩૬ કિલો ગાંજા સાથે ૪ ઝડપાયા

ટ્રક-કાર સહિત રૂ.ર૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્તઃ તપાસનો ધમધમાટ

તસ્વીરમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ ૪ શખ્સો નજરે પડે છે.(તસ્વીર-અહેવાલ કિંજલ કારસરીયા-હસમુખરાય કંસારા- જામનગર-ધ્રોલ)

(હસમુખરાય કંસારા-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર તા.ર૧ : જામનગર જીલ્લાના ધ્રોલ નજીકથી ૩૬ કિલો ગાંજા સાથે ૪ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ પોલીસની ટીમ અને જામનગર એસએજી ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

ધ્રોલ નજીક વાંકીયા પાસે રોડ ઉપરથી ૪ ઇસમોને કુલ ૩૬ કિલો ૯૦૦ ગ્રામ ક્રી. રૂ. ૩૬૯૦૦૦ તથા ગાંજાના જથ્થા ૧ ટ્રક, અલ્ટો કાર સાથે મળી કુલ મુદામાલ કી. રૂ.ર૩.૮૦.૦૦૦ સાથે ચારેય ઇસમો વિરૂધ્ધ એડીપીએસએસીટી મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવેલ છે.

આ અંગેની બાતમી એએસઆઇ હિતેશભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઇ સૈયદ, દોલતસિંહ જાડેજાને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ વાંકીયા રોડ ઉપર આરોપીઓ અનિરૂધ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા જાતે દરબાર ઉ.ર૮ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે.  જોડીયા દલનો વાસ તા. જોડીયા જી.જામનગર તથા જેકબ કિશ્ચન ઉ.૪૧ ધંધો. ટ્રક કલનર રહે. મચ્છરનગર હાઉસીંગ બોર્ડ કોલોની બ્લોક નં. ૧૩ જામનગર તથા શાહરૂખ ઉર્ફે ભુરો સફીભાઇ હાસમણી જાતે મેમણ ઉ.ર૭ ધંધો પ્રાઇવેટ નોકરી રહે. ધ્રોલ રજવી સોસાયટી તા. ધ્રોલ જી. જામનગર તથા જાવીદ કાસમભાઇ જામ જાતે વાઘેર ઉ.૩ર ધંધો રી.ડ્રા.રહે.ધ્રોલ ગાયત્રીનગર રાજકોટ હાઇવે રોડ, જી.જામનગર વાળાઓએ પોતાના કબ્જામાં ગે.કા.પાસ પરમીટ વગર ૩૬ કિલો ૯૦૦ ગ્રામ કી. રૂ.૩,૬૯,૦૦૦ નો ગાંજો તથા ટ્રક નં. જીજે-૧૦-ટીવી-૯૮૭૬ ની કી. રૂ.૧પ,૦૦,૦૦૦ તેમજ ટ્રકમાં ભરેલ પ્લાઇવુડની કી. રૂ. ૩,પપ, ર૮૧ સહીત કુલ કીંમત રૂ. ૧૮,પપ,ર૮૧ ની તથા મારૂતી સુઝીકી અલ્ટોકાર નં. જીજે-૧૮-એએમ ૦૮રર કી. રૂ. ૧,૦૦,૦૦૦ તેમજ રોકડા રૂ. ર૩,ર૦૦ તેમજ મોબાઇલ ફોન નં.૪, કુલ કી. રૂ. ૪૦,૦૦૦ તથા વજનકાંટાની કી. રૂ.પ૦૦ ગણી કૂલ રૂ. ર૩,૮૭,૯૮૧ ના મુદામાલ સાથે પકડાય ગયા છે.

જયારે અજય જાડેજા રહે. જોગવડ, નવાબભાઇ રહે. જામનગર, ઓરીસ્સાની એક અજાણી વ્યકિત નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(12:40 pm IST)