સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

વેરાવળ ડારી ટોલનાકે બાયો ડીઝલનો ૧૦ લાખનો મુદામાલ સીઝ કરાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: ડારી ટોલનાકે ૪૮ કલાક પહેલા એ.એસ.પી એ બાતમીના આધારે બાયો ડીઝલ ઝડપેલ હતું તેની કાર્યવાહી નવા આદેશ મુજબ પોલીસે કરેલ હતી.

ડારી ટોલનાકે એ.એસ.પી એ બાતમીના આધારે દરોડો પાડેલ હતો તેમાં ઈન્ચાર્જ મામલતદાર એ જણાવેલ હતું કે ૧૦ લાખનો બાયો ડીઝલનો મુદામાલ સીઝ કરેલ છે.

એ.એસ.પી ઓમપ્રકાર ઝાટે બાતમીના આધારે ડારી ટોલનાકે બાયો ડીઝલનો દરોડો પાડેલ તેમાં પ્રભાસપાટણ માં ફરીયાદ દાખલ કરવાનો આદેશ આપતા જયદીપભાઈ હરીભાઈ પંડયા સામે ફરીયાદ દાખલ કરેલ હતી તેની અટક કરાયેલ હતી ઈન્ચાર્જ મામલતદારે જણાવેલ હતું કે બાયો ડીઝલ નો નમુનો લઈ ગાંધીનગર મોકલાવેલ છે એ.એસ.પી એ જણાવેલ હતું કે નવા આદેશ મુજબ બાયો ડીઝલમાં ભેળસેલ થતી હોય જેથી સરકારને આવકમાં નુકશાની થતી હોય તેને ઝડપવા બાયો ડીઝલ વેચવાની છુટ છે પણ તેમાં જે ભેળસેળ થાય છે તેની સામે પગલા લેવાનો આદેશ છે આર્શ્ચય એ વાતનું છે કે નમુનાલઈ ને ગાંધીનગર મોકલવાના હોય ત્યાં રીપોર્ટ આવ્યા પછી તેમાં ભેળસેળ થઈ હોય તેની ખબર પડે છે તે પહેલાજ ફરીયાદ દાખલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે કારણ કે ભુતકાળમાં કરોડો રૂપીયાની ખનીજ ચોરી પથ્થર ચોરી રેતી ચોરીમાં એ.એસ.પી એ દરોડો પાડેલ હોય તેમાં કોઈપણ કાર્યવાહી થઈ નથી જે તે વખતે કોડીનારમાં એ.એસ.પી ઓમપ્રકાર જાટે દરોડા પાડેલ હતા કરોડો રૂપીયાની ખનીજ ચોરી ઝડપેલ હતી તેના ત્રીજા દિવસે તેમની પાસેથી એસ.પીનો ચાર્જ લઈ લેવામાં આવેલ હતો તેમજ તેમને ટ્રેનીગમાં મોકલી દેવામાં આવેલ હતા આવી અનેક ઘટનાઓ ગીર સોમનાથમાં બનેલ છે જેથી લોકોનો સીધો આક્ષેપ છે કે અનેક લોકો સામે કીન્નાખોરી રાખી સરકાર દ્રારા કામગીરી કરવામાં આવી રહેલ છે જેથી ભારે રોષ વ્યાપેલ છે.

(12:43 pm IST)