સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

મોરબીમાં “આઝાદ પાર્ક” નું નિર્માણ

પાર્કમાં ચંદ્રશેખર આઝાદ ના ચિત્રો, સ્વચ્છતા ના ચિત્રો, દેશભક્તિના ચિત્રો, વૃક્ષો વાવોના સંદેશ ,હિચકાઓ, લપસીયાઓ

મોરબી શહેરમાં ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદમાં આઝાદ પાર્ક નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્ક બનવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ક્રાંતિકારી વિચાર આવે, દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તે માટે બનાવવામાં આવેલ છે. આ પાર્ક ની વિશેષતા ચંદ્રશેખર આઝાદ ના ચિત્રો, સ્વચ્છતા ના ચિત્રો, દેશભક્તિના ચિત્રો, વૃક્ષો વાવોના સંદેશ,હિચકાઓ, લપસીયાઓ, અને સાથે સાથે પશુઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ જગાડતુ જીવદયા કેન્દ્ર તો ખરું તો આ પાર્ક ને ચંદ્રશેખર આઝાદના જન્મ દિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે

(9:39 pm IST)