સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

મોરબીના બેલા ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીના બેલા ગામની સીમમાં સીએનજી પંપ બાજુમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતા સંજયભાઈ લાખાભાઈ બકુત્રા (ઉ.૩૮) ગત તા,૨૦ ના રોજ બેલા ગામની સીમમાં સીએનજી પંપની બાજુમાં હતા ત્યારે ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(1:00 am IST)