સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st September 2021

મોરબીના બંધુનગર ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો


મોરબીના બંધુનગર ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે મૃતકની ઓળખ થઇ નથી અને તેના વાલી વારસ મળી આવેલ નથી મૃતક પાતળા  બાંધાનો રંગે ઘઉં વર્ણ શરીરે રાખોડી કલરનો ફૂલની ડીઝાઇન વાળો શર્ટ અને બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે જમના હાથની પહેલી આંગળીમાં સફેદ ધાતુની વીંટી પહેરી છે સફેદ કાળી લાંબી દાઢી અને મુછ છે જેનો મૃતદેહ હાલ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે મૃતક અંગે કોઈ માહિતી હોય કે વાલીવારસ વિષે માહિતી આપવા તાલુકા પોલીસના અજીતસિંહ પરમાર મોબાઈલ નંબર ૮૪૦૧૨ ૬૧૦૯૪ અથવા તાલુક પોલીસ સ્ટેશન ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ પર જાણ કરવા અપીલ કરી છે

(11:22 am IST)