સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st September 2021

મોરબીની સિવિલ હોસ્પિટલની અંદર અને પોલીસ ચોકીની બાજુમાં જ દારૂડીયાએ ધમાલ મચાવી, દારૂડિયાનો ત્રાસ ક્યારે પૂરો થશે ?

દારૂડિયાએ પાણીના નળ ખોલી નાખ્યા, હોસ્પીટલનું જવાબદાર તંત્ર અજાણ ?

મોરબીની સિવિલ હોસ્પિટલ તેની સુવિધાઓ માટે નહિ પરંતુ સમસ્યાઓ માટે જાણીતી છે હોસ્પિટલ તંત્રની બેદરકારી અંગે છાશવારે સમાચાર માધ્યમોમાં સમાચાર આવતા રહે છે તો હોસ્પિટલમાં દારૂડિયાનો પણ ત્રાસ હોય જેમાં સિવિલ હોસ્પિટલમાં રવિવારે રાત્રીના એક દારૂડિયાએ ધમાલ મચાવી હોસ્પિટલ માથે લીધી હતી અને દારૂડિયાના ત્રાસથી અહીનો સ્ટાફ પણ પરેશાન જોવા મળે છે
મોરબી સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો અને દારૂડિયાનો ત્રાસ અવારનવાર જોવા મળતો હોય છે જેમાં રવિવારે રાત્રીના એક દારૂડિયાએ ધમાલ મચાવી હતી જે દારૂડિયાએ નવી લીફ્ટ બનતી હોય જેના પહેલા માળેથી નીચે દારૂડિયાએ જમ્પ લગાવી હતી અને લીફ્ટના ખાડામાં જમ્પ લગાવી હતી દારૂડિયાની ધમાલને પગલે દર્દીના સગાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો દારૂડિયો આટલેથી ના અટકીને પહેલા માળે પાણીના નળ ખોલી નાખ્યા હતા જેથી પાણી ભરાઈ જવા પામ્યા હતા
તો દારૂડિયાએ આટલી ધાંધલ ધમાલ મચાવ્યા છતાં હોસ્પિટલના અધિક્ષક બનાવ મામલે બિલકુલ અજાણ હોય તેમ કોઈ કાર્યવાહી કરાઈ ના હતી તો દારૂડિયાના આવા ત્રાસને પગલે હોસ્પીટલના ડોક્ટર અને સ્ટાફ પણ ભયના માહોલમાં કામ કરવા મજબુર બન્યા છે ત્યારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશભાઈ પંડ્યા, મુસાભાઈ બ્લોચ અને અશોકભાઈ ખરચરીયાએ તંત્રને રજૂઆત કરી દારૂડિયાના ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગ કરી છે.
જોવાની વાત તો એ છે કે, હોસ્પિટલની દીવાલે જ પોલીસ ચોકી પણ આવેલી છે છતાં દારૂડિયાઓ ના હોસ્પીટલમાં ખેલ બંધ નથી થતા!!

(11:24 am IST)