સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st September 2022

રાજુલાના વાવડી પાસે તરૂણને સિંહણે ફાડી ખાધો

વનવિભાગની ટીમ પાંજરા મુકે તેવી લોકોની માંગઃ મધ્‍યપ્રદેશના પરિવારમાં અરેરાટી

રાજુલા, તા.૨૧: રાજુલા તાલુકાના વાવડી ગામે રેવન્‍યુ હડિયા વાડી વિસ્‍તારમા ગઈ કાલના સાંજ ના છ વાગ્‍યે એક સિંહણે એક પંદર વર્ષના આશા સ્‍પદ  નવ યુવાનને ફાડી ખાધો હતો.

વાવડી ગામે રેવન્‍યુ હડિયા વાડી વિસ્‍તાર મા મનસુખભાઈ રામભાઈ શેલડિયા ની વાડી ને ભાગ્‍યું માં રાખીને વાડી મા રહેતા એક પર પ્રાંતિય મધ્‍યપ્રદેશના શિરોમ ગામ ના સુમારસિંહ  મસાણીયા ના પુત્ર રાહુલ ઉમર વર્ષ પંદર ને એક સિંહણે સાંજના છ વાગ્‍યે હુમલો કરી મારી ફાડી ખાધો હતો.

આ પરિવારના દસ થી બાર લોકો એક અન્‍ય બીજી વાડી એથી મજુરી કામ કરી પોતાની ભાગ્‍યે રાખેલ વાડીએ સાંજ ના સમયે પરત ફરી રહ્યા હતા ત્‍યારે એક સિંહણે આ પંદર વર્ષીય રાહુલ પર હિંસક હુમલો કર્યો હતો ત્‍યારે બીજા લોકો બીક ભય ના માર્યા કઈ કરે તે પહેલા સિંહણે આ બાળક ને ફાડી નાખ્‍યો હતો અડધું અંગ ફાડી નાખેલ હતુ આ બાળકનું મોત ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મળત્‍યુ થયું હતું અને પરિવારજનો પોતાની નજર સામે જ આ બનાવ જોઈ હતપ્રભ થઈ ગભરાઈ ગયા હતા તેના પર તો દુઃખ નુ જાણેકે આભજ તુટી પડયું હતું આ બનાવ ની જાણ આજુબાજુ ના લોકો ને લોકો ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને વન વિભાગ ને જાણ કરી હતી અને વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને પોતાનાં વાહન મા રાહુલ ની ડેડ બોડી ને પોસ્‍ટ મોર્ટમ માટે સરકારી હોસ્‍પિટલ મા લઈ આવેલ હતા આજથી આંઠ વર્ષ પહેલા આવો બનાવ બન્‍યો હતો ત્‍યાર બાદ આ બીજો બનાવ બન્‍યો તેમ ગામ વાળા નુ કહેવું છે આ ઘટના માર્યા ગયેલા રાહુલ ના પરીવાર ને સરકાર ના વન વિભાગ તરફ થી પુરતું વળતર જેમ બને તેમ જલ્‍દી થી મળે તે અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવે જેથી આ મજુરી કામ કરવા મધ્‍ય -દેશ થી આવેલ પરીવાર ને મદદ મળે તેમની ઘર ની પરિસ્‍થિતિ આર્થિક રીતે ખુબ નબળી હોવાથી આટલે દૂર સુધી મજુરી કામ કરવા માટે આવેલ છે હાલ તો આ પરીવાર ને માથે દુઃખ નો પહાડ તુટી પડયો છે.

 લોકો નુ કહેવું છે કે વન વિભાગ આ હિંસક સીંહણ હજી બીજા કોઈ ને પોતાનો શિકાર બનાવે તે પહેલા તેને પકડી પાંજરે પુરી દય જેથી લોકો ને બીક ભય નો રહે હાલ લોકો પોતાની વાડી ખેતરે જતા બીક રાખી રહ્યા છે ત્‍યારે આ બાબતે રાજુલા આર એફ ઓ યોગીરાજ સિંહ રાઠોડ  દ્વારા જણાવ્‍યું હતું કે જેમ બને તેમ આ પરિવારને સરકાર તરફથી મળવા પાત્ર સહાય ની પ્રોસિજર અમારા તરફથી ઝડપથી કરવામાં આવશે  અને આ સિંહ ને તેના બચ્‍ચાઓને ઝડપથી રેકયું કરવામાં આવશે જતી બીજું કોઈ ઘટના ન ઘટે તે પહેલા આ સિંહણ તથા તેના બે થી ત્રણ બચાવોને રિકયુ કરી લેવામાં આવશે તેવું રાજુલા આરએફઓ યોગીરાજ સિંહ રાઠોડ દ્વારા પત્રકાર મિત્રોને સાથે વાત ચિત કરતા જણાવ્‍યું હતું.

(1:18 pm IST)