સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st September 2022

કેશોદ વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ જામશે

ભાજપની બેઠક કબ્‍જે કરવા કોંગ્રેસ દ્વારા પ્રયાસો શરૂઃ ભૂતકાળમાં ન જોયો હોય તેવો ચૂંટણી જંગ ખેલાશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ર૧ : ગુજરાત વિધાન સભાની આગામી ચૂંટણી માટેની તારીખ બહુ નજીકના સમયમાં જાહેર થનાર છે અમ આ ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ પણ ફાઇનલ છે આસ્‍થિતિ વચ્‍ચગે સ્‍થાનિક કેશોદ વિધાન સભાની ભાજપી બેઠક કબ્‍જે કરવા માટે કોંગ્રેસ તરફથી ભારે પ્રયાસો શરૂ થયા છે બીજા શબ્‍દોમાં કહીએ તો કેશોદ વિધાનસભા મત વિસ્‍તારની જનતાએ ભૂતકાળમાં નહિ જોયો હોય તેવો ચૂંટણી જંગ ખેલાશે તે નકકર હકિકત છ.ે

આ વિસ્‍તારની વર્તમાન વિધાનસભા બેઠકને લાગેવળગે છે ત્‍યાં સુધી જોઇએ તો વિધાનસભાની ગત ચૂંટણીમાં આ બેઠક કબ્‍જે કરવા માટે કુલ૧ર ઉમેદવારો મેદાનમાં ઉતરેલા જેમા સૌથી વધારે મત દેવાભાઇ મામલ ભાજપને૭૧૪ર, મળેલા જયારે સૌથી ઓછા મત નાથાભાઇ વશરમભાઇને ૧૬૩ અપક્ષ ઉમેદવારને મળેલા સીધી ટકકર ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે હતી જેમાં ભાજપના દેવાભાઇ માલમ ૭૧૪રપ અને કોંગ્રેસના જયેશભાઇ વાલજીભાઇ લાડાણીને ૬૦૬૧૯ મત મળતા ભાજપના દેવભાઇ માલમ ૧૦૮૦૬ મતથી વિજેતા થયેલ.ા

હવે બહુ નજીકના ભવિષ્‍યમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો અત્‍યારે ભાજપ તરફથી વર્તમાન ધારા સભ્‍ય દેવાભાઇ માલમ (ર) અરવિંદભાઇ લાડાણી (૩) ભરતઇ વડારીયા અને (૪) અતુલભાઇ ઘોડાસરા ચર્ચામાં કેન્‍દ્ર સ્‍થાને છે જયારે કોંગ્રેસ તરફથી એકમાત્ર હિરાભાઇ જોટવા કેન્‍દ્ર સ્‍થાને અને આમ આદમી પાર્ટી તરફથી રામજીભાઇ ચુડાસમાં  એકમાત્ર ચર્ચા છે.

ભાજપ તરફથી ચાર નામ ચર્ચામા઼ રહેતા ચારે એક બીજાની રાહમાં છે. જયારે કોંગ્રેસ તરફથી એક માત્ર હિરાભાઇ જોટવા ચર્ચામૌ રહેતા તેઓ કોંગ્રેસી ઉમેદવાર તરીકે સો ટકા ફાઇનલ છે તેમ માની ભારે સક્રિય થઇ ગયા છે જયારે રામજીભાઇ નકકી મનાતા હોવા છતા બહુ દેખાતા નથી શુ કારણ છે એતો એજ કહી શકશે.

કોંગ્રેસના સંભવિત ઉમદેવાર હિરાભાઇ જોટવા ચૂંટણી જાહેર નથી થઇ છતા ભારે સક્રિય બની ગયા છે કેશોદ મત વિસ્‍તારના મોટા ભાગના ગામોના એકપણ બીજી રીતે પ્રવાસ કરી સ્‍થાનિક આગેવાનો સાથે સતત નવા સંપર્કો ઉભા કરી રહ્યા છે. અને એક જગ્‍યાએ તો તેમણે અમ કહ્યું હોવાનું જાણવા મળ્‍યું છે કે ‘‘આગામી વિધાનસભાની ચૂંટણી આ વિસ્‍તારમાંથી લડવા માટે નહિ પરંતુ જીતવા માટે આવવાનો છું ચૂંટણી જીતવા માટે તમામ તાકાત અને સંપર્કો કામે લગાડશું આ પરથી અંદાઝ આવી શકે છે કે વિધાનસભાની ચૂંટણી કેવી રસ્‍સા કસ્‍સી ભરી બનશે હજુ તો ચું૭ણી જાહેર નથી ત્‍યારે જો આ ઝનુન હોય તો ચુંટણી જાહેર થયા પછી કેવુઝનનુ સામે આવશે તેઓ એમ પણ માનતા હોવાનું જણાવાય છે કે અત્‍યાર સુધી કોંગ્રેસ વિરોધી મતો માત્ર ભાજપને મળતા હતા પરંતુ આ વખતે ભાજપને મળતા આ મતોમાંથી આમ આદમી ભાગ પડાવશે બાકીના જે અપક્ષો ઉભે છે. તેના ભાગે તો ૧૬૦ થી ૮૬૦ મતો આવે છે હજારનો આંકડો કોઇ વટાવી શકયા નથી. અને ગત વિધાન સભાના પરીણામના આંકડા તેની નકક રવાસ્‍તવિકતા બતાવે છે.

કેશોદ વિધાનસભાની આ બેઠક છેલ્લી ૬ ટર્મથી ભાજપના કબ્‍જામાં છે અને તેમા (૧) બચુભાઇ મુંજાભાઇ (ર) સામતભાઇ આલાભાઇ (૩) માધાભાઇ બોરિચા (૪) વંદનાબેન મકવાણા (પ) અરવિંદભાઇ લાડાણી અને છેલ્લે (૬) દેવાભાઇ માલમ જુથ દ્વારા જેમાં બચુભાઇ સોંદરવા અને દેવાભાઇ માલમને પ્રધાન મંડળમાં સ્‍થાન મળેલુ હવે આગામી વિધાનસભામાંઆ વિસ્‍તારમાંથી ભાજપનો પ્રતિનિધિ હશે કે કેમ તે જાણવા માટે બહુ લાંબુ નહિ પરંતુ બે માસ રાહ જોવી રહી અત્‍યારે તો સૌ પોત પોતાની ગોઠવણમાં ગુથાયા છે.

(1:27 pm IST)