મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એક વખત રાજુભાઇ કાવરની નિમણુંક.
મોરબી :આગામી ચુંટણી વર્ષ આવી રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા, શહેર,તાલુકા કક્ષાએ હોદ્દેદારોની નિમણુકો કરવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચનાથી પ્રદેશ મહામંત્રી વિજયભાઈ દવે દ્વારા મોરબી શહેર કૉંગ્રેસ પ્રમુખ તરીકે રાજુભાઇ કાવરની નિમણુંક કરવામાં આવી છે.
મૂળ મોરબી પાસેના ઘુંટુ ગામના વતની અને મોરબીને પોતાની કર્મભૂમિ બનાવી મોરબીમાં જ વરસોથી સ્થાયી થયેલ રાજેશભાઇ મંજીભાઈ કાવર, રાજુભાઇ વ્યવસાય સાથે જોડાયેલા હોવા ઉપરાંત વરસોથી કોંગ્રેસ વિચારધારા સાથે કૉંગ્રેસ પાર્ટીમાં કાર્યરત છે. તેઓ અગાઉ પણ મોરબી શહેર કૉંગ્રેસની સફળતા પૂર્વક જવાબદારીનું વહન કરી છેલ્લા વરસોથી મોરબી જિલ્લા કૉંગ્રેસના મહામંત્રી તરીકેની સુપેરે જવાબદારી નિભાવી છે. સ્વભાવે શાંત, સરળ રાજુભાઇ રાજનીતિના માહેર છે. અને ફરી એકવાર કૉંગ્રેસે તેને મોરબી શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.
વિશાલ મિત્ર વર્તુળ ધરાવતા રાજુભાઈના MN 9879231105 પર અભિનંદન વર્ષા થઈ રહી છે.