સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st October 2021

જયાં દાયકાઓ પહેલા અભ્યાસ કર્યો'તો તે રાજુલાના ડુંગર ગામની જે.એન.મહેતા હાઇકસ્કુલની મુલાકાતે પૂ.રમેશભાઇ ઓઝા

જુનાગઢઃ રાજુલા ડુંગર ગામે જે.એન.મહેતા હાઇસ્કુલ અને હોસ્ટેલ આવેલી છે ૧૯પ૨ની સાલમાં આ સંસ્થાની સ્થાપના  થયેલ જેમાં વિશ્વવંદનીય સંત  પ્રખર  ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ  ઓઝાએ સંસ્થાની હોસ્ટેલમાં રહી હાઇસ્કુલમાં ધો.૮માં આજથી ત્રણેક દાયકા પહેલા અભ્યાસ કર્યો હતો ગઇકાલે પૂ.ભાઇશ્રીએ  આ સંસ્થાની મુલાકાત લઇ તેઓએ જે હોસ્ટેલના રૂમમાં રહેતા અને હાઇસ્કુલમાં જે બેન્ચ પર બેસી કલાસમાં શિક્ષણ મેળવતા તે સ્થળોની મુલાકાત લઇ જુના સ્મરણો યાદ કર્યા હતા અને એ સમય યાદ કરી પૂ.ભાઇશ્રીની આંખમાં હર્ષના આસુ આવી ગયા હતા આ તકે પૂ.ભાઇશ્રીને આ સંસ્થાના સંચાલક જોરૂભાઇ વરૂ તથા આચાર્ય રાજુભાઇ ખાચર તેમજ શિક્ષીકા દક્ષાબેન ખટારીયા સહિતના સ્ટાફે આવકાર્ય હતા. આ મુલાકાત દરમ્યાન પૂ.ભાઇશ્રીના લઘુબંધુ ગૌતમભાઇ ઓઝા, શંકરભાઇ જોષી વગેેરે સાથે રહ્યા હતા. (અહેવાલઃ વિનુભાઇ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:45 pm IST)