સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st October 2021

ધોરાજી તાલુકામાં પાક નુકશાની સર્વે બાદ થયેલા ભારે વરસાદથી થયેલ નુકશાનના ફેર સર્વે કરવા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રમેશભાઈ ધડુક પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા સહિત રજૂઆત કરવા દોડી ગયા

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઇ પનારા તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસીકભાઈ ચાવડા સહિત આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકા માં પાક નુકશાની સર્વે બાદ થયેલા ભારે વરસાદ થી થયેલ નુકશાન ના ફેર સર્વે કરવા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રમેશભાઈ ધડુક પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા સહિત રજૂઆત કરવા દોડી ગયા હતા
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા જિલ્લા પંચાયતના સદસ્ય વિજયભાઈ પનારા તાલુકા પંચાયત ધોરાજીના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા તાલુકા પંચાયત ધોરાજીના કારોબારી ચેરમેન સુરેશભાઈ ગજેરા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ક્રિપાલસિંહ સરવૈયા ધોરાજી તાલુકાની ટીમલી આજ રોજ ગાંધીનગર ખાતે દોડી ગઇ હતી રાજ્યના મુખ્યમંત્રી   ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને મળીને ધોરાજી તાલુકા ની અતિવૃષ્ટિ સહાય ચૂકવવા બાબતે વાત કરી હતી
 રમેશભાઈ ધડુક તેમજ પ્રવિણ માકડીયા  વિરલભાઇ પનારા સહિત આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મેં રજુઆત કરતા જણાવેલ કે ધોરાજી તાલુકામાં સરકાર દ્વારા પાક નુકશાન ના સર્વે માં 30 માંથી માત્ર નદી કાંઠા ના 4 ચાર ગામો ને જ નુકશાન સહાય આપવા ની જાહેરાત થયેલ છે. જેમકે નુકશાની ના સર્વે પછી તા.25/09/2021 થીતા.09/10/2021 સુધી થયેલા અતિ ભારે વરસાદ માં પાક ને થયેલ ભારે નુકશાન અંગે કોઇ સર્વે થયેલ નથી જેથી ખેડુતો ની હાલત કફોડી થઇ હોય અમારી નમ્ર વિનંતી કે ફરી રી-સર્વે કરાવવો અને ખેડુતો ને સહાય અપાવવા મદદરૂપ થવા રજૂઆતો કરી હતી

(8:12 pm IST)