સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st October 2021

મેંદરડા -સાસણ રોડ પર માલણકા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : કારમાં સવાર 9 લોકોને ગંભીર ઇજા : જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા

કારમાંથી લાખો રૂપિયાના હીરાની થેલી મળી આવી હોવાની ચર્ચા : ઇજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા

જૂનાગઢના મેંદરડા -સાસણ રોડ પર માલણકા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં કારમાં સવાર 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ઇકો કારમાં 12 લોકો સવાર હતા. જેમાં હાલ તો 9 લોકોની હાલત ગંભીર છે. જો કે ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. કારમાંથી લાખો રૂપિયાના હીરાની થેલી મળી આવી હોવાની ચર્ચા જાગી છે અકસ્માતમાં ઘાયલ ઇજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા છે

 

(9:16 pm IST)