સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

ઓટાળા પાસે અકસ્માતઃ કાર હડફેટે એકનું મૃત્યુ

ટંકારા, તા.૨૧: ટંકારાના ઓટાળા નજીકથી પસાર થતા બાઈકને એક સ્કોર્પીઓ કાર ચાલક ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈકમાં પાછળ બેસેલ વ્યકિતનું મોત થયું હતું તો અકસ્માત બાદ કારચાલક નાસી ગયો હતો.

ઓટાળાના રહેવાસી મણીલાલ દેવસીભાઈ દેસાઈ (ઉ.વ.૫૩) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે હેમતભાઈ લાધાભાઇ દેસાઈ સાથે બાઈકમાં જતા હોય ત્યારે ઓટાળાથી ટંકારા જતા રોડ પર એક અજાણ્યા સફેદ સ્કોર્પીઓ કારચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી મણીલાલ દેસાઈને ઈજા પહોંચી હતી જયારે પાછળ બેસેલ હેમતભાઈ લાધાભાઇ દેસાઈને ગંભીર ઈજા થતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત અંગે તપાસ ચલાવી છે.

(11:38 am IST)