સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

પોરબંદર જિલ્લામાં કોરોના કેસની ગતી ધીમી પડીઃ વધુ ૧ કેસઃ પ દર્દી સાજા થયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧: જિલ્લામાં કોરોના કેસની ગતી ધીમી પડી છે. ગઇકાલે વધુ ૧ કેસ કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે.

કોરોનાનો વધુ ૧ કેસ લાલ પેલેસ વિસ્તારમાંથી આવેલ છે. અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૮ર૧ પહોંચી છે. કોરોનાની સારવાર દરમિયાન પ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

હાલ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના ૧૦ દર્દીઓ સારવાર લઇ રહયા છે. જીલ્લામાં હોમ આઇસોલેશનમાં ૪ વ્યકિતઓ છે.

(11:52 am IST)