સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

કોરોના મહામારીમાંથી મુકિત આપોઃ પૂ. જલારામબાપાને પ્રાર્થના

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સંત શીરોમણી પૂ. જલારામબાપાની જન્મજયંતી નિમિતે શોભાયાત્રા મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો રદ

રાજકોટ, તા., ૨૧: આજે સંત શિરોમણી પૂ.જલારામબાપાની જન્મ જયંતી છે. આ વખતે કોરોના મહામારીના કારણે સામુહીક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

પૂ.જલારામ બાપાની જન્મ જયંતી નિમિતે કાલે પૂ. જલારામબાપા મંદિરોમાં સેવાકાર્યો કરવામાં આવશે. પરંતુ સામુહીક ભોજન, મહાઆરતી, પુજન-અર્ચન સહીતના કાર્યક્રમો નહી યોજાય. આજે પૂ.જલારામબાપા સમક્ષ કોરોના મુકિત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

કેશોદ

(કમલેશ જોષી દ્વારા) કેશોદઃ સંત શિરોમણીશ્રી પૂ. જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતિની સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે   કેશોદ જલારામ મંદિરે   આજરોજ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી. જલરામ મંદિરે સવારે ૯.૦૦ કલાકે પૂ.બાપાની આરતી અને પુજન કરવામાં આવેલ જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. જલારામ મંદિર પાસેથી પસાર થતા જાહેર માર્ગ  શણગારી સુશોભીત કરવામાં આવેલ હતા. 

કોરોના મહામારીની  પરિસ્થિતિને ધ્યાનમાં  લઈને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમાટે અન્નકૂટ દર્શન બહેનો તથા ભાઈઓ માટે અલગ અલગ સમય રાખવાં આવેલ હતો.

 વિરપુર ની જેમ કેશોદ જલારામ મંદિરે પણ માં પણ 'જયાં ટુકડો ત્યાં હરી ઢૂકડો' જીવનમંત્ર સાકાર કરતું અન્નક્ષેત્ર પણ વર્ષો થી ચાલેછે.જેમાં અન્નકૂટ ની પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતુ. 

 પૂ. બાપાની ૨૨૧ મી જન્મ જયંતિ નિમિત્ત્।ે ૨૨૧ કિલોનો લાડુ જલારામ બાપા ને અન્નકૂટ માં ધરવામાં આવેલ હતો તેમ જલારામ મંદિર કેશોદનાં મેનેજીંગ ટ્રસ્ટી રમેશભાઇ રતનધાયરા અને દિનેશભાઈ કાનાબારે  જણાવેલ હતુ.

જલારામ જયંતિ નિમિત્ત્।ે દરવર્ષે રદ્યુવંશી જ્ઞાતિના પરિવારો નું જ્ઞાાતિ સમુહ ભોજન (પ્રસાદી)નું આયોજન કરવામાં આવેછે જે હાલની કોરોના મહામારીને ધ્યાનમા લઈ જ્ઞાતિ સમુહ ભોજન  મોકૂફ રાખેલછે. તેના બદલે  રદ્યુવંશી પરિવારો ને દ્યરે દ્યરે જઈને પૂ. બાપાના પ્રસાદ નું વિતરણ કરવામાં આવશે તેમ રધુવંશી સોશ્યલ ગૃપના પ્રમુખ જીજ્ઞેશભાઈ તન્નાની યાદી જણાવેછે.

ગોંડલ

ગોંડલ : કારતક સુદ સાતમ એટલે સંત શિરોમણી પ.પૂ. શ્રી જલારામ બાપા ની જન્મ જયંતિ. જે દરવર્ષે  ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માં આવે છે પરંતુ હાલ ની  કોરોનાની પરિસ્થિતિને કારણે ગોંડલ લોહાણા મહાજન દ્વારા સાદગીથી ઉજવણી કરશે જેમાં પૂ. જલારામ બાપા ની જન્મ જયંતિ નિમિતે શનિવારે સાંજે ૭ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી, ૬-મહાદેવ વાડી, ગોંડલ ખાતે પૂજન /અર્ચન/સત્સંગ ધૂનનું આયોજન કરી સાદગી થી ઉજવવા નું આયોજન કરેલ છે.

શ્રી ગોંડલ લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ સોનપાલની યાદી માં જણાવેલ છે.

(11:57 am IST)