સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

પડધરી પોલીસ દ્વારા કોરાના સામે કાર્યવાહીઃ માસ્ક નહીં પહેરનારા દંડાયા

પડધરી : શિયાળાની ઠંડીની શરૂઆત અને દિવાળી પર્વની ઉજવણી બાદ ગુજરાતના કોરોના વાયરસના કેસોમાં વધારો થવા લાગતા અગાઉ સરકારના જાહેરનામા મુજબ જાહેર વિસ્તારોમાં માસ્ક પહરેવો અને સોસીયલ ડીસ્ટન્સ જાળવવાના નિયમોનું ચુસ્ત પણે પાલન કરી વધતા જતા કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે સાવચેત રહેવા અને નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા માટે પડધરી પીએસઆઇ વી. એમ. લગારીયા અને પોલીસ સ્ટાફ દ્વારા પડધરી મુખ્ય બજાર દરવાજા ચોક પાસે માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને રૂ. ૧૦૦૦ નો દંડ ફટકારવામાં આવેલ. પોલીસ દંડ કરે તે વિકલ્પ નથી. સામાન્ય લોકો દંડ ભરવા સક્ષમ નથી હોતા એવા સંજોગોમાં લોકોએ જાગૃત થઇ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોય માસ્ક પહેરવું હીતાવહ છે.

(12:53 pm IST)