સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

દેવીપુજક તરીકે રહી માંગરોળના શેખ યુવાને રાજકોટમાંથી ત્રણ ઓટો રીક્ષાની ચોરી કરી

જુનાગઢ, તા., ૨૨: રેન્જના આઇજીપી મનીન્દર પવાર તથા જુનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીની સુચના મુજબ તથા પો.અધિ. જે.ડી.પુરોહીત તથા સી.પી.આઇ. એન.આઇ.રાઠોડ નાઓના માર્ગશર્દન મુજબ મિલ્કત સંબંધીત અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય જે અન્વયે માંગરોળ પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. વિ.યુ.સોલંકી, એ.એસ.આઇ. ડી.પી.ખાંભલા તથા પો. હેડ કોન્સ. એમ.આર.વાળા વિગેરે પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુન્હા શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય. માંગરોળ પો.સ્ટે. વિસ્તારમાં કોમ્બીંગ ના.રા.મા હોય દરમ્યાન હકીકત મળેલ કે માંગરોળ ચારા બજારમાં રહેતો ઇમરાન ઉર્ફે મુકો ઇસુબ શેખ રહે. માંગરોળ વાળો પોતાના ઘરે ચોરી કરેલા વાહનો રાખેલ હોય જે આધારે સદરહું જગ્યાએ તપાસ કરતા ઓટો રીક્ષા ૩ નંબર પ્લેટ વગરની મળી આવેલ હોય જેથી પુછપરછ કરતા ઓટો રીક્ષા (ત્રણ) રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે અને મજકુર ઇસમ સામે (૧) રાજકોટ શહેર બી ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નંબર ૧૧ર૦૮૦પર૦૧૯૧પ (ર) રાજકોટ શહેર આજી ડેમ પો.સ્ટે. ગુ.ર.નંબર ૧૧ર૦૮૦૦રર૦૧પ૦૪ (૩) રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પો.સ્ટે.ગુ.ર.નંબર ૧૧ર૦૮૪૪ર૧૦૪૦૧ ગુન્હો દાખલ છે.

મજકુર પકડાયેલ ઇસમ રાજકોટ શહેરમાં દેવીપુજક બની મુક્કો નામ ધારણ કરી રહેતો હતો અને ચોરીઓ કરી અન્ય જીલ્લામાં જઇ મુસ્લીમ બની રહેતો અને ચોરીના મુદામાલનો ઉપયોગ કરતો.

પો.સબ ઇન્સ. વિ.યુ. સોલંકી તથા એ.એસ.આઇ. ડી.પી.ખાંભલા તથા પો.હેડ કોન્સ. એમ.આર.વાળા તથા એ.એચ.હેરભા તથા આઇ.એચ.રૂમી તથા પો.કોન્સ. ઇન્દ્રજીતભાઇ રણવીરસિંહ ઝાલા તથા દિનેશભાઇ વેજાભાઇ રામ તથા દોલુભા બાલુભાઇ કાગડા તથા કેતનભાઇ મગનભાઇ મકવાણા તથા દિલાવરસિંહ વાલાભાઇ મોરી વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(11:04 am IST)