સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

મોરબી અને વાંકાનેરમાં કોરોના રસીકરણ

મોરબી : મોરબી જીલ્લામાં વાંકાનેર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે રસીકરણ અભિયાન અંતર્ગત રસી આપવામાં આવી હતી જેમાં મોરબીમાં ૮૫ જયારે વાંકાનેરમાં ૭૦ સહીત ૧૫૫ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી જીલ્લા આરોગ્ય અધિકારી કતીરાએ પણ રસીનો ડોઝ લઈને લોકોને રસી મુકાવવા અપીલ કરી હતી. મોરબી જીલ્લામાં ગુરુવાર, શુક્રવાર અને શનિવારે પણ વેકસીનેશન અભિયાન ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોરોના રસીકરણની તસ્વીર.

(11:28 am IST)