સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

આનંદો...હવેથી સુદામા સેતુ બપોરે પણ ખુલ્લો રહેશે...!

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા યાત્રીકોની સુવિધા માટે આવકારદાયી નિર્ણય

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. રર :.. દ્વારકા યાત્રાધામના જગત મંદિર બાદ દાર્શનિક સ્થળોમાં અગ્રગણ્ય અને અર્વાચિન દ્વારકા નગરીની આગવી ઓળખ સમા ગોમતી નદી પરનો ઝૂલતો પુલ - સુદામા સેતુ છેલ્લા દસકામાં રમણીય પર્યટ સ્થળ તરીકે પણ વિકાસ પામ્યો છે. આ દાર્શનિક સ્થળ પરથી જગત મંદિર, ગોમતી નદી, સમુદ્ર, અને પંચનદતીર્થ પરનો રેતાળ બીચ એ બધુ જ દ્રશ્યમાન હોય પર દરરોજ હજારો દર્શનાર્થીઓ તેની મુલાકાત લે છે. હાલ સુધી સુદામા સેતુ સવારે ૭ થી બપોરે ૧ કલાક તેમજ સાંજે ૪ થી ૭ સુધી જ ખુલ્લો રખાતો જેની બપોરે ૧ વાગ્યે જગત મંદિર બંધ થતાં સમયે જ યાત્રીકોને હરવા ફરવાનું પ્રમુખ સ્થળ પણ બંધ રહેતાં યાત્રીકોને ભારે અગવડતા પડતી હોય જેને ધ્યાને લઇ આજથી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા સુદામા સેતુ બપોરના સમયે પણ યાત્રીકો માટે ખુલ્લું રાખવા સુચના આપતા યાત્રીકોની સુવિધામાં વધારો થયો છે. કલેકટરના નિર્ણયને દ્વારકાના આગેવાનો દ્વારા આવકારદાયી ગણાવ્યો હતો.

(11:45 am IST)