સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

વિંછીયા પંથકમાં નાના ભાઇને મારી નાખવાની ધમકી આપી યુવતી ઉપર કૌટુંબીક મામાએ દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટ તા. રરઃ વિંછીયા પંથકમાં નાના ભાઇને મારી નાખવાની ધમકી આપી ર૦ વર્ષની યુવતી ઉપર કૌટુંબીક મામાએ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ વિંછીયા પંથકમાં રહેતી ર૦ વર્ષની યુવતી ઉપર તેના કૌટુંબીક મામા મનોજ ઉર્ફે રોશન ઉર્ફે વાડીયો નાગરભાઇ ગોરસવા દેવીપૂજકએ દુષ્કર્મ ગુજાર્યાની વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. નાના ભાઇને મારી નાખવાની ધમકી આપી  મનોજ ઉર્ફે રોશન છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો. આ અંગે ભોગ બનનાર યુવતીએ પરિવારજનોને વાત કરતા પરિવારજનો વિંછીયા પોલીસ મથકમાં દોડી ગયા હતા. વિંછીયા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરીયાદ ઉપરથી આરોપી મનોજ સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે વધુ તપાસ પી.એસ.આઇ. ટી. એસ. રઝવી ચલાવી રહ્યા છે.

(11:49 am IST)